Gpsc class 1-2 ના 2022 ના પેપર ની Pdf અને Gpsc ના બાધા જ જૂના પેપર તેમજ Gpsc નો સંપૂર્ણ અભ્યાસક્રમ અમરા Blog પેજ ઉપર તમને મલી જશે.
2022 મા યોજાયેલી Gpsc ની પરીક્ષા પુચાયેલા પ્રશ્નો અને તેના સચોટ જવાબ Pdf છે.
Gpsc class 1-2 ના પેપર ની Pdf ને Download કરવા માટે નીચે આપેલ Link ઉપર Click કરો.
(1) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પહેલાં નીચેના પૈકી કયા રાજકીય સંગઠનોની સ્થાપના થઈ હતી ?
1. ભારતીય સંગઠન (ઈન્ડીયન એસોશીયેશન), કલકત્તા
2. સાર્વજનિક સભા, પૂના
3. મહાજન સભા, મદ્રાસ
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 2
(D) ફક્ત 1 અને 3
Ans = (A)
(2) ગુજરાતમાં 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના બનાવો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે આશરે 210 વિપ્લવી સૈનિકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
2. મૃત્યુદંડવાળી કોટડી ‘ફાંસી ઘર’ તરીકે ઓળખાય છે.
3. કેપ્ટન રૂથરફોર્ડે અમદાવાદમાં વિપ્લવને દાબી દીધો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
Ans = (B)
(3) નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે?
1. પ્રથમ મૌર્ય રાજવી બૃહદ્રથની હત્યા તેના સરસેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી હતી.
2. છેલ્લા શૃંગ રાજવી દેવભૂતિની હત્યા તેના બ્રાહ્મણમંત્રી વાસુદેવ કણ્વ દ્વારા કરવામાં આવી હતી જે સત્તાઆરૂઢ થયો.
3. કવ વંશના છેલ્લા શાસકને આંધ્રો (Andhras) દ્વારા પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 2
(D) 1, 2 અને 3
Ans = (A)
(4) ચાવડા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પંચાસર ચાવડા શાસક જયશેખરની રાજધાની હતી.
2. ‘પ્રબંધચિંતામણી’ અનુસાર, ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું.
3. નવસારી તામ્રપત્ર લેખ ચૌલુક્ય વંશના મૂળરાજે જારી કર્યો હતો.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 2
Ans = (D)
(5) 1934 માં શરૂ કરી......... ના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઈજારાઓ લાદવાના વિરોધમાં રાજકોટની સ્થાનિક પ્રજાપરિષદે ચળવળ
(A) જમનાલાલ બજાજ
(B) યુ. એન. ઢેબર
(C) કસ્તુરબા ગાંધી
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં
Ans = (B)
(6) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. લાલા લાજપતરાયે તેમના સામાજિક સુધારણા કાર્યક્રમોના ટેકામાં આર્યસમાજની વેદોની સર્વોપરિતાની અપીલનો વિરોધ કર્યો.
2. કેશવચંદ્ર સેન નીચે બ્રહ્મોસમાજે સ્ત્રીઓની કેળવણી માટે પ્રચાર કર્યો.
3. નિરાશ્રિતો/શરણાર્થીઓમાં કાર્ય કરવા માટે વિનોબા ભાવેએ સર્વોદય સમાજની સ્થાપના કરી.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
Ans = (C)
(7) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. નહપાનને રાજા ગૌતમીપુત્ર શાતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યાં હતાં.
2. મૈત્રક રાજવંશે વલ્લભી પ્રદેશ ઉપર સાતમી સદી અને આઠમી સદીના પૂર્વાર્ધમાં શાસન કર્યું.
3. સેનાપતિ ભાટાર્ક મૌર્ય સામ્રાજ્ય હેઠળ સૌરાષ્ટ્રનો લશ્કરી ગવર્નર હતો.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 3
Ans = (B)
(8) શક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શક શાસક સસ્તાન પશ્ચિમ ક્ષત્રપ રાજવંશનો રાજવી હતો જેણે ઉજ્જૈન ઉપર રાજ કર્યું હતું.
2. સમુદ્રગુપ્તે શક રાજા રૂદ્રસિમ્હા-III ને હરાવ્યો અને તેના રાજ્યનું જોડાણ કર્યું અને વિક્રમાદિત્યનો ખિતાબ ધારણ કર્યો.
3. શક રાજા રૂદ્રદમનનું સામ્રાજ્ય કોંકણ, નર્મદા ખીણ, કાઠિયાવાડ અને ગુજરાત તેમજ માળવાના અન્ય ભાગોનો સમાવેશ
કરતું હતું.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 2 અને 3
(C) ફક્ત 1 અને 3
(D) ફક્ત 1 અને 2
Ans = (C)
(9) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બનારસ કોંગ્રેસ (1905)માં ઉદ્દામવાદીઓ અને નમ્રવાદીઓ વચ્ચેના મતભેદો દેખીતીરીતે સપાટી ઉપર આવ્યાં.
2, 1907 ના અધિવેશન માટેનું મૂળ સ્થળ પૂના હતું.
3. સુરત અધિવેશનના પ્રમુખ તીલક બન્યા હતાં.
4. સુરત અધિવેશન (1907) માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ભાગલા પડ્યાં.
(A) 1, 2, 3 અને 4
(B) ફક્ત 3 અને 4
(C) ફક્ત 1, 2 અને 4
(D) ફક્ત 2, 3 અને 4
Ans = (C)
(10) હરીશ મીનાશ્રુ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. હરીશ મીનાશ્રુએ 2020નો ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે.
2. તેઓ કાવ્ય સંગ્રહ ‘બનારસ ડાયરી’ (2016)ના કર્તા છે.
3. તેઓ અન્ય અગત્યની કૃતિઓ જેવી કે “ધીબાંગ સુંદર એની પેરે ડોલ્યા” અને “સુનો ભાઈ સાધો”ના પણ કર્તા છે.
(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 2 અને 3
(D) 1, 2 અને 3
Ans = (D)
(11) બ્રહ્મો સમાજ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
1. તેણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો.
2. તેણે ધાર્મિક ગ્રંથોના અર્થઘટન માટે પુરોહિત વર્ગની જરૂરિયાતને નકારી કાઢી.
3. વેદો અચૂક છે એ સિધ્ધાંતને તેમણે લોકપ્રિય બનાવ્યો.
(A) ફક્ત 1
(B) ફક્ત 3
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
Ans = (C)
(12) નીચેના પૈકી કયું / કયા વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
1. પીછવાઈ એ ભગવાનની મૂર્તિની પાછળ પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું મંદિર-દિવાલનું લટકણીયું છે. 2. પીછવાઈ એ કાપડ પરનું ચિત્રકામ છે.
3. પીછવાઈઓમાં ઉત્સવો અને ઉજવણીઓ જેવી કે શરદપૂર્ણિમા, રાસ-લીલા, ગોવર્ધન પૂજા, જન્માષ્ટમી, ગોપાષ્ટમી, દિવાળી અને હોળીનું અવારનવાર નિરૂપણ કરવામાં આવે છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 3
Ans = (A)
(13) નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભારતમાં આયાત કરેલી વિદેશી ફિલ્મ માટે CBFC પ્રમાણપત્ર જરૂરી નથી.
2. એક ભાષામાંથી બીજી ભાષામાં ડબ કરેલી ફિલ્મ માટે CBFC પ્રમાણપત્ર જરૂરી છે.
3. S વર્ગ પ્રમાણપત્રવાળી ફીલ્મો વિશિષ્ટ પ્રેક્ષકો પૂરતી મર્યાદિત છે.
(A) 1, 2 અને 3
(B) ફક્ત 1 અને 2
(C) ફક્ત 2 અને 3
(D) ફક્ત 1 અને 3
Ans = (C)
Gpsc Syllabus માટે નીચે આપલ Link ઉપર Click કરો અને Gpsc ના સંપૂર્ણ અભ્યાસક્રમ ની બધીજ મહિતી તમને અમરા Blog page ઉપર માલી જશે.
Gpsc ઈતિહાસ, ભુગોલ, ગણિત, અર્થતંત્ર, વર્તમાન બાબતો ની પુસ્તકો Download કરવા માટે નીચે Link ઉપર Click કરો .
.png)


